અમદાવાદઃ આજથી ચાળીસ વર્ષ પહેલાં કચ્છી જત માલધારીઓની સાંજ સુરન્દાના સૂર વિના પાંખી લાગતી, પરંતુ હવે આ સૂર માત્ર નલિયાથી 25 કિલોમીટર દૂર વાગોઠ ગામમાં રહેતા એકમાત્ર સૂરન્દો વાદક જત ઓસ્માન સોનુ સુધી જ સીમિત થઈ ગયા છે. જત ઓસ્માન સોનુ પોતે ટ્રક ડ્રાઇવર છે, પરંતુ પેઢી દર પેઢીથી તેમને સૂરન્દો વગાડવાનો વારસો તેમના પરિવારમાંથી મળ્યો છે. તેમના પૂર્વજો દોઢસો વર્ષથી સૂરન્દો વગાડે છે. નવાઈની વાત એ છે કે હવે ભારતમાં સૂરન્દો વગાડનારા એકમાત્ર જત ઓસ્માન સોનુ જ છે. નવી પેઢીને આ વાદ્ય શીખવામાં કોઈ રસ નથી.
આ વાઘ વિશે વાત કરતાં જત ઓસ્માન સોનુ કહે છે, ‘અમે જત એટલે માલધારી. અમારી નિરાંતે આ વાદ્ય વગાડતા અને જે સાથે બેસતાં એ પણ શીખી જતા. હવે દરેક વ્યક્તિ વ્યવસાય કરતી હોવાથી તેને શીખવામાં કોઈને રસ નથી. પ્રશંસનીય વાત એ છે કે, ઓસ્માન સોનુએ ઉમરાવજાનના નિર્માતા મુઝફ્ફર અલીની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પોતાની કળા દર્શાવી છે.

